નવ ભારત સમય | અખબાર | ખરાબ સમય વીતી ગયો | કઠિન સમય સાથે પસાર પત્રકારત્વ

હકારાત્મક પત્રકારત્વ ‘ અખબારો ‘ની ઓળખ છે. ‘પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી’ આ સુત્રને ” અખબારો ‘એ કર્મમંત્ર બનાવી લીધુ હોવું જોઈએ.

હકારાત્મક પત્રકારત્વ ‘ અખબારો ‘ની ઓળખ છે. ‘પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી’ આ સુત્રને ” અખબારો ‘એ કર્મમંત્ર બનાવી લીધુ હોવું જોઈએ.

ભારત દેશમાં જુદી જુદી ભાષામાં લોકશાહીનો આઘાર સ્‍થભ એવા તેમજ એક સૈનિક જેવા અખબારો પ્રસિઘ્‍ઘ થાય છે. જેમાં દૈનિક, સાપ્‍તાહિક, પાસીક, અને માસીક  તેની આગવી શૈલીમાં પ્રસિઘ્‍ઘ થાય છે. ઘણીવાર ઘણા સ્‍થળો ૫ર અખબારો પ્રસિઘ્‍ઘ એક મકસદથી કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગ, ધંઘામાં અને વેપારમાં કનળગત અટકાવવા તેમજ તેના દ્વારા ધંઘામાં ફાઈદો લેવાના ઉદ્દેશથી પણ અખબારો અને મેગેજીનો ચાલુ થયા અને બંઘ થયા.અખબારોનો ક્રમ ૫ણ જીવન મૃત્‍યુંની જેમ જ ચાલ્‍યો જાય છે.

_

પત્રકાર હંમેશા સરસ સમાચાર આપે છે. સમાચાર લખતા પત્રકારો ૫ણ કયારે ક સમાચાર બની જાય છે. ગુજરાતીમાં લખતા પત્રકારો પત્રકારત્વમાં હંમેશા શ્રેષ્‍ઠ સમાચાર આ૫વા તૈયાર હોય છે.દૈનિક અખબારના તંત્રીઓ અખબારની નવી આવૃત્તિ શરુ થઇ અને જોડાઈ ગયા છે તેવા વાવડ આવતા હોય છે, કદાચ એક “જૂથનું”, એક “ગ્રુપનું” બિન ગુજરાતી શેઠિયાઓના ગુજરાતી વર્તમાનપત્ર કે ૫છી ગુજરાતી શેઠિયાઓના ગુજરાતી વર્તમાનપત્ર નવી ગુજરાતી આવૃત્તિ  ફરી વખત શરુ થઇ તેમાં નથી પડવું.

એક સમયે “મેગેઝિન”ના તંત્રી રહી ચુકેલા ભાઈ (પત્રકાર-તંત્રી-લેખક) ફરી “મેગેઝિન”માં જોડાયા છે. એક “ગ્રુપનું” “જૂથનું” મેગેઝિન બંધ થઇ ગયું છે. એક “ગ્રુપનું” “જૂથનું” અખબાર બંધ થઇ ગયું છે. વાચકોને સુષ્ઠુ-સુષ્ઠુ લખાણો, ફિક્કા વિષયો ગમતા નથી! ઉમદા પત્રકારો હોવા છતાં એ ચાલ્યુંના હોય તો એનું કારણ, તો  ભાઈ (પત્રકાર-તંત્રી-લેખક)એ લખ્યું : ભાઈ (પત્રકાર-તંત્રી-લેખક)ના તંત્રીપદ હેઠળનું ‘મેગેઝિન’ દૈનિક અખબાર બધી રીતે સર્વાંગસ પૂર્ણ પરફેક્ટ વાઈટલ સ્ટેટ્સ ધરાવતું, ચોસઠ કળા અને સોળે સંસ્કાર પામેલું મેગેઝીન હતું. ન હતું.,

પત્રકાર-તંત્રી-લેખક એકાએક ભાજ૫ કે કોંગ્રેસ તરફી ગણાતા “ગ્રુપનું” “જૂથનું”ને રામરામ કરી. પત્રકાર-તંત્રી-લેખકએ કયાં ભણ્યા..પત્રકારત્વમાં કયાંથી શરૂઆત. કરી. સમાચારમાં સાવ સાદા અને ભોઠ ગણાતા શેઠિયાઓના ખાસ બની રાજનીતિના પાઠ શીખ્યા અને પત્રકારત્વની દુનિયાનો સૌથી મોટો કૂદકો મારી ચીફ બની ગયા. અત્યારે કોઈ છાપાની તંત્રી પોતે જ તંત્રીલેખ લખતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે તંત્રી હતા ત્યારે તેઓ આ પરંપરા જાળવતા હતા. પણ તેનો અર્થ એવો હરગીઝ નથી કે હાલના તંત્રીઓનું સ્તર ઉતરતું છે કે તેમને લખતા નથી આવડતું. વાસ્તવીકતા એ છે કે હવે પત્રકારત્વનો સીનારીયો બદલાયો છે.

તંત્રીલેખ તંત્રી સ્વયં લખે એ પરંપરા હતી ત્યારે તંત્રી ભાગ્યે જ એ સીવાય કશું લખતા. આજે લગભગ દરેક તંત્રી પોતાના અખબારની પૂર્તીઓમાં કોલમ લખતા જ હોય છે.  ગુજરાતી વર્તમાનપત્ર – અખબારોના પેજની ક્વૉલીટી ખરેખર સરસ છે અને તેમાં સતત આવશ્યક પરીવર્તનો પણ થતા રહે છે. તેમજ ગુજરાતી વાચકોમાં અખબારો લોકપ્રીય છે. ગુજરાતના વરીષ્ઠ પત્રકાર-તંત્રી-લેખક વિષે તેમની યોગ્યતા વીષે કશું પણ બોલવાની કોઈ જ યોગ્યતા માટે કોની સત્‍તા કે કોને અઘિકાર છે તેમાં નથી ૫ડવું.

આજે ગાંધીયુગની શૈલી નવી પેઢીના વાચકો સરળ હોવી જોઈએ. પત્રકાર-તંત્રી-લેખક વાચકો માટે લખતા હોય છે. પત્રકાર-તંત્રી-લેખકમાં વીદ્વાનથી માંડીને વાળ કાપનારા હશે. દરેકને સમજ પડે એવી શૈલી હોય તો વઘું સારું ગણી શકાય.

હંમેશા પત્રકારત્વ માટે જીવન સમર્પણ કરનારા લોકોને બધાને કઈ રાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર નથી મળતા પણ સારા અખબારો ચોકકસ લોકહૈયા વસી જાય છે. હકારાત્મક પત્રકારત્વ ‘ અખબારો ‘ની ઓળખ છે. ‘પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી’ આ સુત્રને ” અખબારો ‘એ કર્મમંત્ર બનાવી લીધુ હોવું જોઈએ. નિડર, નિષ્પક્ષ અને નિર્ભેય પત્રકારત્વની મશાલ પ્રગટાવવાનું તમામ અખબારોનું ગૌરવ છે.

સત્યની શોધ હંમેશા ‘ અખબારોની મંત્ર રહયો હોવો જોઈએ. અને કોઈની શેહશરમ વગર પ્રજા સુધી પહોંચાડવુ તે ‘ અખબારોનો મુદ્રાલેખ હોવો જ જોઈએ.

લોકાભામિખુ દૈનિક ‘ અખબારો ‘માં પરિવારની ભાવના હોય છે. ‘ અખબારો ‘ એ તમામ લોક પ્રશ્નોને પ્રજાનો અવાજ બનીને અસરકારક અખબારી અહેવાલના પગલે સરકારી તંત્રવાહકો પણ તાત્કાલિક પગલા લેતા હોવાનું લોકોને મહેસુસ થતું હોવું જોઈએ.

Advertisements

પત્રકારત્વ, પત્રકાર, ચોથી જાગીર, પત્રકારિતા, મિડિયા વિષ્‍ો…

શરૂઆત દૈનિક કાર્યાલય, અખબાર ભવન,ગિરનાર રોડ, જુનાગઢ. (ગુજરાત) ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, રેસી. ૨૬૫૨૪૦૦ મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

શરૂઆત દૈનિક કાર્યાલય,
અખબાર ભવન,ગિરનાર રોડ,
જુનાગઢ. (ગુજરાત)
ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, રેસી. ૨૬૫૨૪૦૦
મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

 

બીજેપીના કોર્પોરેટર તેમજ કર્મચારીની મિલિભગતથી બોગસ બીપીએલ કાર્ડ વેપાર કરી રહેલા લોકો સામે કડકમાં કડક ૫ગલા ભરવા માંગ

જૂનાગઢ

રાજય સરકારના શહેરી વિકાસ યોજના અંર્તગત ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબનું કૌટુંબિક કાર્ડ  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ સચિવાલય, ગાંઘી નગરના ૫ત્ર ક્રમાંક નં. ૫રચ / ૯૦૨૦૧૨ / ૬૧૭૭ /પી. પાર્ટ -૨. તા.૧૮-૦૧-૨૦૧૩થી સચિવ (હાઉસીંગ)ના અઘ્યક્ષ સ્થાને તા.૧૭-૧-૨૦૧૩ના રોજથી લેવાયેલ બંઘ કરી દેવાના  નિણર્ય બાદ જૂનાગઢ શહેરમાં બોગસ બીપીએલ કાર્ડ નો વેપાર શરૂ થઈ ગયેલ છે.  તેમ જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ના કોર્પોરેટર શ્રીમતિ અલ્પાબેન ઉનડકટે કમિશ્‍નરશ્રી આલોકકુમાર પાંડેને એક લેખીત પત્ર પાઠવી જણાવ્‍યું છે.

વઘુંમા આ પત્રમાં લખ્‍યું છે કે,  આ સંદર્ભે મને મળતી વિગતો મુજબ જૂનાગઢ શહેર મહાનગરપાલિકાના એક બીજેપીના કોર્પોરેટર તેમજ મહાનગરપાલિકાના કર્મચારીની મિલિભગતથી બોગસ બીપીએલ કાર્ડનું ગરીબ જરૂરીયાત મંદ લોકોને મનફાવે તેવા રૂ. લઈ વેચાણ કરી રહયા છે. અત્‍યાર સુઘીમાં શહેરમાં અંદાજીત ૮૩૫થી વઘું કાર્ડનો વેપાર થઈ ચુકયો છે અને હજૂ ૫ણ આ કાર્ડ વેચાઈ રહયા છે.

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ના કોર્પોરેટર શ્રીમતિ અલ્પાબેન ઉનડકટ

જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ના કોર્પોરેટર શ્રીમતિ અલ્પાબેન ઉનડકટ

જૂનાગઢ શહેરમાં કોરા અને લાલ કલરમાં છપાયેલા  વેચાતા બીપીએલ કાર્ડમાં નાયબ કમિશ્‍નર, આસી. કમિશ્‍નર અને પ્રોજેક્ટ ઓફિસરની સહિઓ છે. જેમાં પાછળના પેઝ ૫ર ૫ણ પ્રોજેક્ટ ઓફિસરની સહિ છે.

જૂનાગઢ શહેરના આર્થિક ૫છાત – ગરીબ લોકોને બીપીએલ કાર્ડ ૫ર સસ્‍તી વિજળી વિજ મિટર, અનાજ, મફત સારવાર-દવાઓ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિના ફાયદાઓ થાય છે. જેના કારણે ગરીબ લોકોને બીપીએલ કાર્ડ લેવા અઘીરા થયા હોય છે તેનો લાભ લેવા વચેટીયાઓ આર્થિક ધન ઉપાર્જન કરવા રૂ. ૧૮૦૦ થી લઈ રૂ. ૨૦૦૦ના ભાવે બોગસ બીપીએલ કાર્ડ નો વેપાર કર્યો છે.

આથી જૂનાગઢ શહેરમાં બીપીએલ કાર્ડ ધારકો અમુક બોગસ હોવાથી આ કાર્ડ ધારકોની રિ-સર્વેની કામગીરી હાથ ધરવા માંગ કરૂ છું. અને  છેલ્લા ઘણા સમયથી બીપીએલ કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાથી હાલ જરૂરીયાતમંદ ગરીબ પરીવારો બીપીએલ કાર્ડથી વંચિત રહી જવા પામ્યા છે. ગરીબ લોકોને સહાય મળી રહે તે માટે મહાનગરપાલિકા બીપીએલ કાર્ડ આપે છે. પરંતુ જેથી ખરા લાભાર્થીઓ સહાયથી વંચિત રહી જાય છે. તેવા લોકોને મહાનગરપાલિકા દ્વારા કાર્ડ મળતા થાય તેવી કામગીરી હાથ ઘરાય તેમજ બોગસ બીપીએલ કાર્ડનો વેપાર કરી રહેલા લોકો સામે કડકમાં કડક ૫ગલા ભરવા મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ના કોર્પોરેટર શ્રીમતિ અલ્પાબેન ઉનડકટે બોગસ બી.પી.એલ..કાર્ડનો વેપાર કરતા લોકો સામે ૫ગલા ભરવા કમિશ્‍નરશ્રી આલોકકુમાર પાંડેને પત્ર પાઠવી સત્વરે આ અંગે ઘટતું કરવા માંગણી કરી છે.

રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત ખેડૂત મહાસંમેલનમાં ૫૦,૦૦૦ થી વધુ ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલ માનવ મહેરામણ ઉમટી પડ્યું.

જૂનાગઢ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટની વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલ વિશાળ ખેડૂત મહાસંમેલનમાં રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી ૫૦ હજાર કરતાં વધુ ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલ માનવ મહેરાણ ઉમટી પડ્યા હતાં.

ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ અને તેની સરકાર ખેડૂત વિરોધી માનસિક્તા ધરાવે છે. ખેડૂતોને તેમની ખેત પેદાશના ભાવ વધુ મળે તે ભાજપને ખૂંચે છે. ખેડૂતોના હકના નાણાને છેતરામણી આભા ઉભી કરીને પ્રજાને લાગણીને ભાજપ છેતરે છે. એક બાજુ ટાટા, બીરલા, અદાણીને ને ટોકન ભાવે જમીનોની લ્હાણી કરી બીજી બાજુ ખેડૂતોને હકના પૈસા માટે કેન્દ્ર સરકાર પર ઢોળે છે. ગુજરાતમાં આપઘાતનો સીલસીલો ચાલુ છે. જે ૭૦૦૦ આપઘાતના આંકડાને આંબી ગયેલ છે. સૌથી વધુ આપઘાત સૌરાષ્ટ્રમાં થયાં છે. તેના ખેડૂતો પણ ભોગ બનેલ છે. કોંગ્રેસ યુ.પી.એ. સરકારે ખેડૂતોના ૧.૫૦ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. ગુજરાતની પ્રજા અને ખેડૂતો ભાજપના ૧૭ વર્ષના શાસનને અને તેમાં પણ છેલ્લા ૧૨ વર્ષના શાસનને ઓળખી ગયેલ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ ૫૦ હજાર કરોડનું વાવેતર કર્યું, મોદી સરકાર કહે છે કે, ખોટા આંકડા છે, વિમા માટે આંખ મીચામણાં કરે છે. ભારત સરકારે ૭૦૦ કરોડ આપ્યા તે નાણાં રાજ્ય સરકાર પાસે જમા છે. ખેડૂતોએ હક માટે મેદાનમાં આવવું પડશે. ભાજપ સરકાર સત્તામાં આવતા પહેલા ૧૬ કલાક વિજળીનો વાયદો કર્યો હતો પણ આજે ખેડૂતોને માત્ર ૬ કલાક વિજળી મળે છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ આક્રમક શૈલીમાં ખેડૂતોના હિતમાં સરકાર સામે લડત આપવાનુ આહવાન કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના મતે ગાંધીનગરમાં સરકાર બેઠી છે. કોંગ્રેસ સરકાર ડાર્ક ઝોન કાઢી નાંખે છે.   રેવન્યુ માફ કરેલ, યુ.પી.એ.ની સરકારે કપાસમાં ઢગલા મોઢે નાણાં આપેલ છે. ત્યારે ભ્રષ્ટાચારથી લથપથ ભાજપની રાજ્ય સરકાર, માત્ર ઉદ્યોગપતિઓને જ સાર સંભાળ રાખે છે. ખેડૂત સહિત આમ પ્રજાને હળાહળ અન્યાય કરેલ છે. લોકાયુક્તની લડાઈના સરકારે ૪૫ કરોડનો ધુમાડો કરેલ છે. જે પ્રજાના નાણાં છે.

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની તીવ્ર આલોચના કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સુત્ર હતું “જય જવાન-જય કિસાન” જેમાં ખેડૂતો અને દેશના જવાનોની હંમેશ કોંગ્રેસે ચિંતા કરી છે. જ્યારે બીજી બાજુ ભાજપે ધરતીપુત્ર તથા દેશના જવાનોની અવહેલના કરેલ છે. અગાઉ સરકાર દ્વારા જ ૭/૧૨, ૮/ક નો દાખલો, પાણી પત્રક તલાટી દ્વારા વાવેતરની વિગતો લખાતી, હવે સરકારમાં આવી કોઈ ન થવાને કારણે ખેડૂતોને તેમના હક્કના પાકવીમાના નાણાં મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર પાપ કર્મની ભાગીદાર બનેલ છે. ખેતરમાં વિજળી નથી. પાકિસ્તાનને વિજળી આપવાની ગુલબાંગો ફુંકવામાં આવે છે. “ઘરના ઘંટી ચાટે અને દુશ્મનો વિજળી” જેવું કામ ગુજરાતની સરકાર કરે છે.

પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ખેડૂત સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેતીની જમીન ઘટી ગઈ છે. નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતોને મળતુ નથી. ખેડૂતો પર ખોટા કેસો કરવામાં આવે છે. વિજળી મોંઘી છે. ખેડૂત બેહાલ છે. ત્યારે સૌ સાથે મળીને ખેડૂતોના હક્ક માટે આંદોલન કરવું પડશે.

કેન્દ્રીય મંત્રીશ્રી તુષારભાઈ ચૌધરીએ વર્તમાન ભાજપ સરકારની તીવ્ર આલોચના સાથે ખેડૂત સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, તાલુકા કે જિલ્લા કે રાજ્ય કક્ષાએ ખેડૂતોનો અવાજ આ સરકાર સાંભળતી નથી. ખેડૂતોને અગાઉ તેના લાભો કોંગ્રેસના શાસનમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ આપવામાં આવતા હતા. ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહીવટના કારણે ખેડૂતોને સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડે છે.

ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસજી કામતએ ધારદાર વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માત્ર જુઠ્ઠા વચનો આપીને પ્રજાને ભરમાવે છે. ખેડૂતોના થતાં અન્યાયને કેન્દ્ર સરકાર સાંખી નહી લે, પાક વીમાના મુદ્દે સરકારે કેન્દ્રને સાચા રિપોર્ટ આપેલ નથી. કેન્દ્ર સરકાર માને છે કે, સાચો રીપોર્ટ આપવાની ફરજ ગુજરાત સરકારની છે. વણઝારાના પત્રની ગુજરાતની પ્રજાની આંખો ખુલી ગઈ છે. કાળી અને સફેદ દાઢીના કરતુતો હવે ખુલ્લા પડી ગયાં છે. સ્વતંત્રતાને “ગણતંત્ર” કહેનાર લાલ કિલ્લા પર ભાષણ કરવાના “દિવા સ્વપ્ન” જુએ છે. જો સરકાર સાચો રીપોર્ટ આપશે, તો કેન્દ્રની જવાબદારી છે. ખેડૂતોને ન્યાય મળશે.  

ગુજરાતના સહ પ્રભારી શ્રી અશ્વિની શેખરીજીએ જણાવ્યું હતું કે, અત્રે ૫૦ હજારથી વધુ જનમેદનીને સલામ છે. દુનિયાનો સૌથી વધુ “ફેકુ” ગુજરાતની પ્રજાને છેતરે છે. ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે. તો મફત વિજળી આપવામાં આવશે, ખેતરોના મીટરો કાઢી નાંખવામાં આવશે. મનરેગા દ્વારા રોજગારીનો હક ગ્રામ્ય જનતાને અસરકારક્તાથી આપવામાં આવશે.

ખેડૂત સંમેલનમાં-સાંસદ શ્રી કુવરજીભાઈ બાવળીયા, વિક્રમ માડમ, સોમાભાઈ પટેલ, તથા ધારા સભ્યશ્રી પરેશ ધાનાણી, રાઘવજી પટેલ, બાવકુભાઈ ઉઘાડ, તેજશ્રીબેન પટેલ, ભોળાભાઈ ગોહિલ, જશાભાઈ બારડ, પુંજાભાઈ વંશ, જાવેદ પીરઝાદા, શૈલેષ પરમાર વિગેરેએ ઉદબોધન કરેલ હતું.

કાર્યક્રમના નિરીક્ષક પૂર્વમંત્રીશ્રી ચંદ્રિકાબેન ચુડાસમા, ભીખુભાઈ વારોત્તરીયા, શ્રી વી.વી. રબારી,મોહમંદ હુસેન બલોચ, પૂર્વ સાંસદશ્રી વિરજી ઠુમ્મર, બ્રિજેશ મેરઝા,  સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ખેડૂત મહાસંમેલનનું સફળ સંચાલન ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કર્યું હતું.

પત્રકારત્વ, પત્રકાર, ચોથી જાગીર, પત્રકારિતા, મિડિયા વિષ્‍ો…

પત્રકારત્વ, પત્રકાર, ચોથી જાગીર, પત્રકારિતા, મિડિયા વિષ્‍ો…

શરૂઆત દૈનિક કાર્યાલય,  અખબાર ભવન,ગિરનાર રોડ,  જુનાગઢ. (ગુજરાત)  ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, રેસી. ૨૬૫૨૪૦૦  મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

શરૂઆત દૈનિક કાર્યાલય,
અખબાર ભવન,ગિરનાર રોડ,
જુનાગઢ. (ગુજરાત)
ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, રેસી. ૨૬૫૨૪૦૦
મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

શરૂઆત દૈનિક કાર્યાલય,અખબાર ભવન,ગિરનાર રોડ, જુનાગઢ. (ગુજરાત)

ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦, રેસી. ૨૬૫૨૪૦૦
મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮